મુનશી આપણા તેજસ્વી સાહિત્યકાર : ઈ. સ. 1887 ની 30મી ડીસેમ્બર એમનો જન્મદિવસ. પિતા માણેકલાલ, માતા તાપીબાઈ। છ બહેનો પછી જન્મેલા મુનશીનું પ્રારંભિક ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ સુરતમાં। મેટ્રિક સુધીનું શિક્ષણ ભરૂચમાં। ઉચ્ચ શિક્ષણ વડોદરા કોલેજમાં। ઈતિહાસ અને તત્વજ્ઞાન એમના રસના વિષયો। એલ એલ બી. કરી વકીલાત શરુ કરેલી। મુનશીના વ્યક્તિત્વનાં ધારાશાસ્ત્રી વહીવટદાર, હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ, અન્ન્મંત્રી, રાજ્યપાલ, કુલપતિ, દેશભક્ત, મુત્સદી, વિશ્વવિદ્યાલય સમી સંસ્થા ભારતીય વિદ્યાભવનના સ્થાપક, સંસ્કારપુરુષ - એવાં વિવિધ પાસાં ઉજ્જવળરૂપે પ્રગટ થયાં છે. તે જ રીતે એમનામાંના સાહિત્યપુરુષનાં વિવિધ રૂપો પણ તેજસ્વિતાથી અંકિત થયા છે. એમનું સખત પરિશ્રમ અને પુરુશાર્થ્ભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે.